મુખપૃષ્ઠ વાર્ષિક રાશીફળ (Yearly Prediction)
2017
વાર્ષિક રાશીફળ
 
મકર
વર્ષ 2017 મકર રાશિના જાતકો માટે આ વર્ષ સામાન્ય રહેશે. કોઈ ઉતાર-ચઢાવને કારણે તમને પરેશાન થવાની જરૂર નથી. મકર રાશિ પર આ વર્ષે શનિની સાઢેસાતી છે તેથી શનિ દેવ અને ભગવાન હનુમનાજીની પૂજા-આરાધના કરવાથી ખૂબ લાભ થશે. ધન વેપાર અને કારોબાર (Financial Prediction 2017) પૈસાના મામલે આ વર્ષ સામાન્ય રહેશે. ન તો વધુ ખોટ કે ન તો વધુ ફાયદો થશે. તમારુ આર્થિક જીવન એક સમાન પાટા પર ચાલશે પણ આ વર્ષે તમારા દ્વારા બચાવેલ ધન આવનારા સમયમાં તમને વધુ સંપત્તિ આપશે. બચતની ટેવ પાડવાનો આ યોગ્ય સમય છે. ક્યાકથી અચાનક ધન લાભ થવાના યોગ છે. શેર બજારમાં રોકાણ માટે આ સમય શ્રેષ્ઠ છે. કામ કે વેપારની પ્રક્રિયામાં કરવામાં આવેલ યાત્રાઓનુ આ વર્ષ તમને જરૂર ફળ મળશે. પૈસા અનેક સ્થાન પરથી આવશે પણ સાથે જ પૈસા જવાની શક્યતા પણ કાયમ રહેશે. કોઈ મિત્ર તરફથી લાભ થઈ શકે છે. જો કોઈને લોન કે કર્જ આપ્યુ છે તો તમને પરત મળશે. પૈસાના મામલે યાદ રાખો. એકે સાધે સબ સધે સબે સાધે સબ જાય મતલબ એક વારમાં એક જ કામને હાથમાં લો કે પછી એક જ કામમાં પૈસા અને મન લગાવો. શિક્ષા અને કેરિયર (Education and Career Forecast for 2017) મકર રાશિફળ 2017 મુજબ આ વર્ષે વિદ્યાર્થીઓને અપ્રત્યશ રૂપે લાભ થવાની આશા છે. યોગ્ય મહેનત અને સમયનો સદ્દપયોગ કરનારા વિદ્યાર્થીઓને આ વર્ષે તેમની મહેનતનુ ફળ મળશે. કોઈ નવા કૌશલ સીખો. આગળ જઈને ફાયદો થશે. પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી માટે આ યોગ્ય સમય છે. આ સમયે આપવામાં આવેલ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવાનો લાભ છે. નોકરિયાત જાતકો માટે આ વર્ષે ઉત્સાહથી ભરેલો રહેશે. તમારા બૉસ તમારી મહેનતથી ખુશ થશે. પ્રમોશનના પણ ચાંસ છે. કોઈ મોટા પદાધિકારીના કારણે તમને લાભ થઈ શકે છે. પરિવાર (Family Relations in Year 2017) વર્ષ 2017માં માનસિક શાંતિ પારિવારિક જીવનને સફળ બનાવવાની કુંજી છે. ઘરે કોઈ ધાર્મિક કાર્યક્રમનુ આયોજન થઈ શકે છે કે તીર્થ સ્થાણ પર ફરવાનો પ્લાન કરી શકો છો. આ વર્ષે સંતાન પક્ષ તરફથી કોઈ ખુશખબર મળવાની પૂર્ણ આશા છે. જીવનસાથી અને પરિજનો સાથે સમય વિતાવવાની પણ તક મળશે. માતાપિતાની બીમારીનુ વિશેષ ધ્યાન રાખો. પ્રેમ અને સંબંધો (Love and Relation 2017) પ્રેમી જોડા માટે વર્ષ 2017માં ખૂબ સમજી વિચારીને આગળ વધવાનો વિકલ્પ જ યોગ્ય છે. જો પહેલાથી જ પ્રેમમાં છો તો સંબંધ મજબૂત થશે. પાર્ટનર માટે સમય કાઢવો ખૂબ જરૂરી છે. પૂર્ણ કોશિશ કરો કે તેમની સાથે પણ થોડી વાર વાત કરો. આ વર્ષે કોઈ નવા મિત્રની શોધ ખતમ થઈ શકે છે. કોઈની સાથે આંખો બેચાર થઈ શકે છે. દાંપત્ય જીવનમાં પણ પૂર્ણ સુખની પ્રાપ્તિ થશે. સ્વાસ્થ્ય રાશિફળ (Health Horoscope in Gujarati) સ્વાસ્થ્ય રાશિફળ 2017 મુજબ આ વર્ષે કામના પ્રેશરને કારણે કેટલીક સમસ્યાઓ આવી શકે છે. બહાર ખાવા પીવાની ખોટી ટેવ તમને આ વર્ષે જરૂર પરેશાન કરશે. જંક ફૂડ, બહાર કાપેલા ફળ વગેરે ખાવાથી બચો. વાહન ચલાવતા કે રસ્તો પાર કરતી વખતે અત્યાધિક સાવધાની રાખો. સ્વસ્થ જીવનશૈલીને અપનાવીને આ વર્ષે તમે ખૂબ પૈસા બીમારીઓ પર ખર્ચ થતા બચાવી શકો છો.
 
રાશી ફલાદેશ