મુખપૃષ્ઠ વાર્ષિક રાશીફળ (Yearly Prediction)
2017
વાર્ષિક રાશીફળ
 
કુંભ
કુંભ રાશિફળ 2017 મુજબ જાતક આ વર્ષે રોલર કોસ્ટર રાઈડ માટે તૈયાર રહે. જ્યા વર્ષનો પ્રથમ ભાગ ખૂબ સામાન્ય વીતશે તો બીજી બાજુ વર્ષના મધ્યથી અંત સુધી ભાગ્ય પૂર્ણ રૂપે સહયોગ આપી શકે છે. કોઈ સકારાત્મક ફેરફાર માટે આ વર્ષ ખૂબ સારુ છે. ધન, વેપાર અને કારોબાર (Financial Prediction 2017) ધન વેપાર સંબંધિત કોઈ મોટો નિર્ણય કરવો હોય તો વર્ષના અંતમાં કરો વધુ ફાયદો થશે. આ વર્ષે તમારુ ધ્યાન બચત કરવા તરફ વધુ રહેશે. આ તમારે માટે લાભદાયક જ સિદ્ધ થશે. ફાલતુખર્ચ બિલકુલ ન કરશો. વેપારીઓને કોઈ મોટુ રોકાણ કરતા પહેલા સારી રીતે સમજી વિચારી લેવુ જોઈએ. નવો બિઝનેસ કરવા માંગો છો તો સમય અનુકૂળ છે. આવકના અન્ય માર્ગ ખુલશે. કોઈને આપેલ કર્જ પરત મળશે. પ્રોપર્ટી કે કોઈ અન્ય ધન સંબંધી વિવાદનો પણ નિપટારો થશે. આ સમયે પૈસા કમાવવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડશે. જેટલી મહેનત કરશો તમને તેટલુ વધારે ફળ મળશે. વર્ષના અંતમાં તમને ખૂબ સફળતા અને આવકની પ્રાપ્તિ થઈ શકે છે. શિક્ષા અને કેરિયર (Education and Career Forecast for 2017) કુંભ રાશિના વિદ્યાર્થીઓને વર્ષની શરૂઆતમાં ખૂબ મહેનત કરવી પડશે. પણ વર્ષના બીજા છમાસિકમાં બધુ ઠીક થતુ દેખાશે. વર્ષની શરૂઆતમાઅં જે મહેનત કરી હશે તેનુ ફળ અંતમાં જરૂર મળશે. તેથી મહેનત કરવાનુ બિલકુલ છોડશો નહી. ઉચ્ચ શિક્ષા કે પ્રતિયોગી પરિક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને આ વર્ષે જરૂર સફળતા મળશે. બધુ મળીને વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખૂબ શુભ રહેશે. પરિવાર (Family Relations in Year 2017) કુંભ રાશિના જાતકો માટે વર્ષ 2017 ખૂબ સંતોષજનક રહેશે. પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમન થઈ શકે છે. પરિવારની સાથે પિકનિક કે ક્યાક બહાર ફરવાનો પ્લાન બની શકે છે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનુ આયોજન થવાની શક્યતા છે. પરિવારના લોકો સાથે સંબંધો મધુર બનશે. માતા-પિતા અને જીવનસાથીનો સમય સમય પર સાથ મળશે. પ્રોપર્ટી સાથે જોડાયેલ કોઈ વિવાદ ઉકેલવાથી મન શાંત અને ખુશમય રહેશે. પ્રેમ અને સંબંધો (Love and Relation 2017) શુક્ર ગ્રહની મદદથી આ વર્ષે કુંભ રાશિના જાતકોને સાથી અવશ્ય મળી શકે છે. જો સિંગલ છો અને કોઈને પ્રપોઝ કરી રહ્યા છો તો સમય અનુકૂળ છે. જીવનમાં કોઈ નવા સાથીનું આગમન થશે જે તમારે માટે ખૂબ લકી સાબિત થઈ શકે છે. દરેક સંબંધમાં શાંતિ અને ખુશી મળશે. જો કે કોઈ નવા મિત્ર કે સાથી પર વિશ્વાસ કરતા પહેલા અનેકવાર વિચારો. કોઈ એક્સ કે જૂના સાથીને જીવનમાં પરત લેવાની ઉતાવળ ન કરો. જો પ્રેમમા પૈસો વચ્ચે આવે તો આવા સંબંધોને વધુ સમય સુધી જાળવી શકાતા નથી. સ્વાસ્થ્ય રાશિફળ (Health Horoscope in Gujarati) કુંભ રાશિના જાતકોને આખુ વર્ષ સ્વાસ્થ્ય પ્રત્યે સાવધ રહેવુ પડશે. જો કે આ વર્ષે કોઈ મોટી બીમારી થવાની શક્યતા ન જેવી છે. પણ મોસમી બીમારીઓને કારણે ધનનુ નુકશાન થઈ શકે છે. વર્ષના અંતમાં કોઈ જૂની બીમારીથી છુટકારો મળી શકે છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવીને તમે આ વર્ષે થનારી અનેક સમસ્યાઓથી બચી શકો છો.
 
રાશી ફલાદેશ