મુખપૃષ્ઠ વાર્ષિક રાશીફળ (Yearly Prediction)
2017
વાર્ષિક રાશીફળ
 
મીન
વર્ષ 2017માં મીન રાશિના જાતકોના ધીરજની પરિક્ષા રહેશે. વર્ષની શરૂઆતથી લઈને અંતિમ મહિના સુધી ખૂબ મહેનત કરવી પડશે. પણ તેનુ ફળ અંતમાં જરૂર મળશે. ધન, વેપાર અને કારોબાર (Financial Prediction 2017) આ વર્ષે પૈસાને લઈને તમને ખૂબ જ ઓછી સમસ્યા થઈ શકે છે. પણ પૈસા કમાવવા માટે તમને વધુ મહેતત જરૂર કરવી પડી શકે છે. વર્ષના મધ્યમાં પૈસો અને માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આ વર્ષ ભવિષ્ય માટે આર્થિક યોજનાઓ બનાવવા માટે સારુ છે. આ વર્ષે તમે આરામથી પૈસા બચાવી શકો છો. વર્ષની બીજી ત્રિમાસિકમાં જો કોઈ વસ્તુને વેચવાનુ મન બનાવી રહ્યા છો તો સમય યોગ્ય છે. વર્ષના અંતમાં કોઈ નવી પ્રોપર્ટીને ખરીદવાનુ મન પણ બનાવી શકો છો. વેપાર સાથે જોડાયેલા લોકોએ પોતાના કામમાં મોડુ ન કરવુ જોઈએ. તમારા દ્વારા કરવામાં આવેલ મોડુ બજારમાં તમારી ઈમેજ ખરાબ કરી શકે છે. આ વર્ષે તમારા પર બિઝનેસનુ પ્રેશર હોઈ શકે છે. પણ તેને તમારા અનુભવથી પાર પાડો. શિક્ષા અને કેરિયર (Education and Career Forecast for 2017) બોર્ડ કે પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરનારા મીન રાશિના વિદ્યાર્થીઓને આ વર્ષે ખૂબ મહેનત કરવી પડશે ત્યારે સારુ પરિણામ મેળવી શકશો. મનને એકાગ્ર કરવામાં થોડી સમસ્યા થઈ શકે છે. તેથી નાનુ લક્ષ્ય મુકો અને તેને પ્રાપ્ત કરવાની કોશિશ કરો. ઉચ્ચ શિક્ષા કે વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. કાર્યસ્થળ પર જાતકોએ ખૂબ સતર્ક રહેવાની જરૂર છે. કાર્યની અધિકતાને કારણે તમને મોડા સુધી મહેનત કરવી પડી શકે છે. જ્યા સુધી કોઈ નવી જોબ નથી મળતી તમારી વર્તમાન જોબને છોડશો નહી.. નહી તો જૉબ મેળવવા અને ત્યા સેટલ થવામાં સમસ્યા ઉભી થશે. જો તમે તમારા કામના આ પ્રેશરને સારી રીતે હેંડલ કર્યુ તો તમારા સીનિયર્સ તમારા ખૂબ વખાણ કરશે. પરિવાર (Family Relations in Year 2017) રાશિફળ 2017ના મુજબ આ વર્ષે પારિવારિક સ્તર પર થોડી પરેશાની જોવા મળી રહી છે. પરિજનો સાથે સંબંધોમાં ખટાશ આવવાની શક્યતા છે. તેનાથી બચવા માટે જમીન વિવાદ કે કોઈ અન્ય મુદ્દા પર વાત કરતી વખતે સમય તમારા ગુસ્સા પર કાબૂ રાખો. જો કોઈ તમારી સાથે ગુસ્સાથી વાત કરી રહ્યુ છે તો તેના પર એ જ રીતે રિએક્ટ કરવાથી વાત બગડી શકે છે. તમારુ ધૈર્ય અને સંયમ બનાવી રાખો. સંતાન પક્ષના અભ્યાસને લઈને મનમાં અનેક વિચાર આવશે. શરૂઆતના મહિનામાં વૈવાહિક જીવનમાં ખૂબ ઉથલ પાથલ થશે. જો કે વર્ષના મધ્યમાં વસ્તુઓ શાંત થતી જોવા મળશે અને દાંપત્ય જીવનમાં ખુશીઓ ફરીથી આવશે. પ્રેમ અને સંબંધો (Love and Relation 2017) શુક્ર ગ્રહના પ્રભાવને કારણે સિંગલ લોકોને આ વર્ષે પ્રેમની નવી તકો મળશે. નવા સંબંધો વચ્ચે શરૂઆતમા ગેરસમજ થઈ શકે છે. તેનાથી દૂર રહેવાનો પ્રયાસ કરો. કુંવારા માટે આ વર્ષ શુભ સાબિત થશ્સે. કોઈ સારુ માંગુ આવી શકે છે. છુપા પ્રેમ પ્રસંગો કે અફેયર વિશે ઘરના લોકોને જાણ થઈ શકે છે. તેનાથી બચવા માટે કોઈ પણ ખોટા અફેયરમાં ખુદને ઈંવોલ્વ ન કરશો. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. સ્વાસ્થ્ય રાશિફળ (Health Horoscope in Gujarati) સ્વાસ્થ્યને લઈને આ વર્ષે બેફ્રિક્ર રહી શકો છો. આ વર્ષે તમારી શારીરિક સમસ્યાઓ ખતમ થશે. જો કે એ માટે તમને ખૂબ મહેનત કરવી પડશે. તમારા પોતાનુ સ્વાસ્થ્ય ખૂબ સારુ રહેશે પણ પરિવારના સ્વાસ્થ્યને લઈને થોડી સમસ્યા થઈ શકે છે. વડીલોના સ્વાસ્થ્યનો વિશેષ ખ્યાલ રાખવો પડશે. ઋતુ બદલતા કે પેટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે.
 
રાશી ફલાદેશ