મુખપૃષ્ઠ વાર્ષિક રાશીફળ (Yearly Prediction)
2017
વાર્ષિક રાશીફળ
 
મિથુન
મિથુન - વર્ષ 2017માં મિથુન રાશિના જાતકો માટે વર્ષ 2017 ખૂબ જ શાનદાર સાબિત થઈ શકે છે. જો ગ્રહોની ચાલ અને પૂર્વમાં કરવામાં આવેલી મેહનત સાથે મેળવી લેવામાં આવે તો આ વર્ષે તમારા જીવન માટે ખૂબ યાદગાર સાબિત થઈ શકે છે. પોતાના ખરાબ સમયમાંથી થોડુ શીખી લો અને આવનારા સમયમાં જૂની ભૂલો ફરી ન કરો. ધન વેપાર અને કારોબાર (Financial Prediction 2017) ધનના મામલે વર્ષ 2017 ખૂબ ભાગ્યશાળી સાબિત થશે. આ વર્ષે નવા પ્રોજેક્ટ કે નવી જોબ મળી શકે છે. પોતાની કાબેલિયત અને જ્ઞાનના કારણે આ વર્ષે તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થઈ શકે છે. પ્રોપર્ટી કે શેર બજારમાં રોકાણ કરવુ લાભદાયક સાબિત થઈ શકે છે. પણ સારી રીતે સમજી વિચારીને જોઈને જ કશુ કરો. આ વર્ષે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને પરોક્ષ રીતે લાભ મળવાની શક્યતા છે. પાર્ટનર અને સહયોગીઓ પર પણ ધ્યાન રાખવાની જરૂર છે. સફળતાના ખુમારમાં અસાવધ રહેવુ ખૂબ ભારે પડી શકે છે. વર્ષના મધ્યમાં ધન-વેપારના મામલે થોડી સમસ્યા આવી શકે છે. આ દરમિયાન મનને સ્થિર રાખો. વર્ષના અંત સુધી બધી પરેશાનીઓનો ઉકેલ આપમેળે જ થઈ જશે. ટિપ્સ - (Tips): કોઈની પાસેથી લોન લેવી કે કર્જ લેવા પર વિચાર ન કરો. કર્જ લેવાથી પરેશાની થઈ શકે છે. શિક્ષા અને કેરિયર (Education and Career Forecast for 2017) રાશિફળ 2017ના મુજબ મિથુન રાશિના વિદ્યાર્થીઓને ખૂબ મહેનત કરવી પડશે. જો કે આ સમયે કરવામાં આવેલ મહેનતનુ ફળ પણ જરૂર મળશે. વર્ષના પ્રથમ છ મહિનામાં વધુથી વધુ સમય અભ્યાસ પર લગાવો. પ્રેમ પ્રસંગો અને મસ્તી વગેરેથી દૂર રહેવામાં જ ભલાઈ છે. વર્ષના અંતિમ મહિનામાં તમારી ખુદની બધી સમસ્યાઓનો અંત થતો દેખાશે. આ સમયે જે વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ માટે આવેદન કરવા માંગે છે તેને જરૂર સફળતા મળશે. કેરિયરની દિશામાં પણ આ વર્ષ ખૂબ જ સામાન્ય સાબિત થશે. તમારા કામથી તમારા સીનિયર્સ તો ખુશ થશે પણ સહકર્મચારી તમારી નાની નાની ભૂલોને પણ તેમની સામે મોટી કરીને રજુ કરશે જેનાથી તમને નુકશાન થઈ શકે છે. કાર્યસ્થળ પર કોઈને પણ તમારી કમજોરીઓ વિશે ન બતાવશો. નહી તો સમય આવતા તે તેનો તમારા વિરુદ્ધ પ્રયોગ કરી શકે છે. નવી નોકરીની તક મળી શકે છે. પરિવાર (Family Relations in Year 2017) રાશિફળ 2017 (Rashifal 2017) મુજબ પારિવારિક સ્તર પર આ વર્ષે તમને ખુશીઓ મળશે. ઘર પરિવારમાં બધા તમારો સાથ આપતા જોવા મળશે. ઘરના લોકો સાથે વધુમાં વધુ સમય વિતાવવાની તક મળશે. વર્ષના મધ્યમાં પારિવારિક સ્તર પર કેટલીક સમસ્યાઓ થઈ શકે છે માતા-પિતા કે બાળકોના સ્વાસ્થ્યને લઈને તમે પરેશાન થઈ શકો છો. પણ વર્ષના અંતમાં આ સમસ્યાઓ તમને દૂર થતી દેખાશે. આ વર્ષે ઘરમાં કોઈ નવા સભ્યની એંટ્રી થઈ શકે છે. સંતાન સુખની પ્રાપ્તિ પણ થઈ શકે છે. સાથે જ ઘરમાં વાહન કે કોઈ નવી વસ્તુને લેવાથી તમને ખુશી થઈ શકે છે. પ્રેમ અને સંબંધો (Love and Relation 2017) રાશિફળ 2017 મુજબ મિથુન રાશિના જાતકોને આ વર્ષે તમારા સંબંધોને સુલઝાવવાની અનેક તકો મળશે. સાથીની સાથે ચાલી રહેલ મનદુ:ખ ખતમ થઈ શકે છે. ગેરસમજ પરથી પડદો હટશે અને એકવાર ફરી તમે તમારા સંબંધોને એક નવા આયામ સુધી લઈ જવાની દિશામાં અગ્રેસર રહેશો. જે લોકો લગ્ન માટે જીવનસાથીની શોધ કરી રહ્યા છે તેમની શોધ પુર્ણ થઈ શકે છે. પ્રેમીઓની એકલતા દૂર થતી દેખાશે. જો પ્રેમ સંબંધોને વિવાહના બંધનમાં બાંધવા માંગો છો કે કોઈને પ્રપોઝ કરવાનુ વિચારી રહ્યા છો તો પણ આ એક સારો સમય છે. સ્વાસ્થ્ય રાશિફળ (Health Horoscope in Gujarati) વર્ષ 2017માં મિથુન રાશિના જાતકોને ઘણો શારીરિક પરિશ્રમ કરવો પડી શકે છે. આ કારણે તેમને કંઈક બીમારીઓથી પણ સાવધ રહેવાની જરૂર છે. થાક, અનિદ્રા, તનાવ વગેરેને કારણે પરેશાની થઈ શકે છે. તેનાથી બચીને રહો. યોગા અને હળવુ સંગીત સાંભળવાથી મનને ખૂબ આરામ મળે છે. કોઈ લાંબી બીમારીને કારણે આ વર્ષે પણ તમને પરેશાન રહેવુ પડી શકે છે. પણ સમય સમય પર તમે ડોક્ટરની સલાહ લઈને આ પરેશાનીથી બચી શકો છો. આ વર્ષે વાહન ચલાવતા અને રસ્તો પાર કરતા વિશેષ સાવધાની રાખો. બહારના ખાવા અને ફાસ્ટ ફૂડ વગેરેથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવો.
 
રાશી ફલાદેશ