મુખપૃષ્ઠ વાર્ષિક રાશીફળ (Yearly Prediction)
2017
વાર્ષિક રાશીફળ
 
કર્ક
વર્ષ 2017માં કર્ક રાશિના જાતકો માટે ખૂબ સમજીને કામ કરવુ જોઈએ. આ વર્ષ તમારા ધૈર્યની પરીક્ષા લેતુ દેખાશે. પણ તેનાથી ગભરાવવાને બદલે તમારે સંયમથી કામ લેવુ જોઈએ. આ વર્ષે તમારા વિરોધીઓની સંખ્યા વધી શકે છે અને સાથે જ આ વર્ષે કોઈના પર પણ આંખ બંધ કરીને વિશ્વાસ કરવાની ભૂલ ન કરશો. ધન વેપાર અને કારોબાર (Financial Prediction 2017) પૈસાના મામલે વર્ષ 2017 તમારે માટે સારુ સાબિત થઈ શકે છે. આ વર્ષ તમારી આવક સતત બની રહેશે. પૈસા આવશે અને તમારી પાસે ટકશે પણ. આ સમય તમારા પૈસાનુ યોગ્ય રોકાણ કરી તમે આવનારા વર્ષ માટે કેટલાક પૈસા બચાવી શકો છો. આ વર્ષે ક્યાકથી અચાનક ધન પણ આવી શકે છે. જો ક્યાક મોટુ રોકાણ કરવા વિશે વિચારી રહ્યા છો તો વર્ષના બીજા ભાગ સુધી રાહ જુઓ. ખાસ કરીને નવેમ્બર-ડિસેમ્બર સુધી. શેયર માર્કેટ કે પ્રોપર્ટી વગેરે જોખમ ભરેલા બજારમાં પૈસા લગાવતા પહેલા સારી રીતે માહિતી એકત્ર કરી લો. આ વર્ષે જ્યા સુધી જરૂર ન હોય ત્યા સુધી કોઈની પાસેથી પૈસા લેવાથી બચો. નહી તો ઉધાર લીધેલુ ધન આ વર્ષે પરત કરવામાં તમને ખૂબ તકલીફ થશે. શિક્ષા અને કેરિયર (Education and Career Forecast for 2017) ભવિષ્યફળ 2017ના મુજબ કર્ક રાશિના વિદ્યાર્થીઓને આ સમયે પોતાના ભય પર કાબૂ રાખવો પડશે. જો તેમણે પોતાના અભ્યાસના ભયને ખુદ પર હાવી થવા દીધો તો નુકશાન તેમનુ જ થશે. ખુદને અભ્યાસમાં એટલા ડુબાડી દો કે આ સમય કરવામાં આવેલી મેહનતનુ ફળ આવનારા સમયમાં મળશે. અભ્યાસમાં મન ન લાગવાની સમસ્યાનો આ વર્ષે અંત થઈ શકે છે. આ વર્ષે પ્રતિયોગી પરીક્ષાઓનુ પણ પરિણામ તમારા પક્ષમાં જ રહેતુ જોવા મળશે. આ વર્ષે નોકરીયાત લોકોને વિશેષ સફળતા મળી શકે છે. પ્રમોશન, સારી નોકરી, પગારમાં વધારા સાથે બોનસ વગેરેના પણ યોગ દેખાય રહ્યા છે. પરિવાર (Family Relations in Year 2017) ભવિષ્યફળ 2017 મુજબ પારિવારિક સ્તર પર આ વર્ષ ખૂબ જ શાનદાર સાબિત થશે. ઘર-પરિવારની સાથે આ વર્ષે તમને તમારા મિત્રો અને પરિચિતોનો પણ સાથ મળશે. મુસીબતના સમયે કોઈને કોઈ તમારી મદદ માટે જરૂર તૈયાર ઉભેલો જોવા મળશે. ઘરે કોઈપણ શુભ કાર્ય કે પૂજા-પાઠ સાથે જોડાયેલ આયોજન હોઈ શકે છે. સંતાન પક્ષ તરફથી કોઈ મોટી ખુશખબરી તમને મળી શકે છે. માતા-પિતાની સાથે સાથે આ વર્ષે તમને તમારા ભાઈ-બંધુઓનો પણ પૂરો સપોર્ટ મળશે. કોઈ ધાર્મિક સ્થાન પર ફરવાની પણ તક મળી શકે છે. પ્રેમ અને સંબંધ (Love and Relation 2017) પ્રેમ સંબંધો અને દાંપત્ય જીવન માટે આ વર્ષ ખૂબ સારુ સાબિત થશે. આ વર્ષે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. તમારી સમક્ષ આ વર્ષે ધન અને પરિવાર સંબંધી સમસ્યાઓ ખૂબ જ ઓછી હશે જેને કારણે તમને તમારા સાથી સાથે વધુ સમય વ્યતીત કરવાની તક મળશે. આ વસ્તુ તમારા સંબંધો માટે ખૂબ જ સારી સાબિત થશે. કોઈ નવા સાથી તરફ તમારુ મન આકર્ષિત થઈ શકે છે. નવા મિત્રોનુ પણ જીવનમાં આગમન થવાની શક્યતા છે. યાદ રાખો સંબંધોને સમય આપતી વખતે ભેટ આપવી વખાણ કરવા વગેરેથી સંબંધો મજબૂત થાય છે. સ્વાસ્થ્ય રાશિફળ (Health Horoscope in Gujarati) વર્ષ 2017માં તમારા સ્વાસ્થ્યના સ્તર પર પણ વધુ સમસ્યાઓનો સામનો નહી કરવો પડે. આ વર્ષે ફિટનેસને લઈને તમે સજાગ રહેશો. સ્વસ્થ જીવનશૈલી તરફ અગ્રેસર થવાનુ તમારુ મન હશે. કોઈ લાંબી કે જૂની રાહત મળી શકે છે. કોઈપણ કાર્ય કરવામાં ઉતાવળ ન કરશો, ઉતાવળ કરવાથી માનસિક તણાવ વધે છે.
 
રાશી ફલાદેશ