મુખપૃષ્ઠ વાર્ષિક રાશીફળ (Yearly Prediction)
2017
વાર્ષિક રાશીફળ
 
સિંહ
સિંહ રાશિના જાતકો માટે વર્ષ 2017 મળતાવડુ ફળ આપનારુ સાબિત થશે. શિક્ષાને લઈને સ્વાસ્થ્ય સુધી દરેક ક્ષેત્રમાં તેમને કોઈપણ પ્રકારની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો કે ગ્રહોની ચાલ તમારી સાથે છે પણ તેના પર ઘમંડ ન કરો કારણ કે સમય ક્યારેય પણ બદલાય શકે છે. ધન વેપાર અને કારોબાર (Financial Prediction 2017) સિંહ રાશિના જાતકોને આ વર્ષે સારો એવો આર્થિક લાભ થઈ શકે છે. ક્યાકથી રોકાયેલુ ધન કે અચાનક ક્યાકથી ધન પ્રાપ્તિના યોગ છે. જો પૂર્વમાં કોઈની પાસેથી કર્જ કે લોન લીધી છે તો તે સહેલાથી ઉતરી જશે. આ વર્ષે પૈસા તો તમારી પાસે ખૂબ આવશે પણ તેની સાથે જ તમારો ખર્ચ પણ વધી શકે છે. વેપારી વર્ગ માટે આ વર્ષે શાનદાર સાબિત થશે. આ વર્ષે હરીફોથી આગળ નીકળવાનો યોગ છે. ધન આગમન સાથે જ આ વર્ષે રોકાણ માટે ધન પર પણ તમને વધુ લાભ મળશે. વર્ષના શરૂઆતના મહિનામાં ધન સાથે સંબધિત કોઈ મોટુ કાર્ય ન કરો. આ મોટા કાર્ય માટે ઓગસ્ટ સુધી રાહ જુઓ. ઓગસ્ટ પછીનો સમય ધન આગમન માટે ખૂબ જ શુભ છે. શિક્ષા અને કેરિયર (Education and Career Forecast for 2017) જે વિદ્યાર્થી આ વર્ષે કોઈ નવુ હૂનર શીખવા માંગે છે તેમને માટે આ વર્ષ ખૂબ લાભકારી અને ફાયદાવાળુ સાબિત થશે. અભ્યાસમાં રસ વધશે અને યાદ કરવાની ક્ષમતામાં પણ વધારો થશે. ઉચ્ચ શિક્ષા કે વિદેશમાં શિક્ષા પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ માટે આ વર્ષ અનુકૂળ છે. પ્રતિયોગી પરીક્ષાઓમાં ભાગ લેતા રહો. આ વર્ષે બની શકે છે કે કોઈ સરકારી નોકરીમાં તમને સ્થાન મળી જાય. કાર્યસ્થળ પર પણ સિંહ રાશિના જાતકોને ખૂબ લાભ થશે. સારી ઓફર માટે નોકરી બદલવાના પણ યોગ છે. સહકર્મચારીઓ તરફથી પૂરો સહયોગ મળશે. બૉસ કે મોટા અધિકારીઓ સમક્ષ કોઈ પણ પ્રકારનુ એવુ કામ ન કરો જેનાથી તેમના ગુસ્સાનો સામનો કરવો પડે. પરિવાર (Family Relations in Year 2017) જ્યારે માણસ ખુશ થાય છે તો તે પોતાના પરિવારને પણ પૂરો સમય આપે છે. આ સમયે તમારી સાથે પણ આવુ જ કશુ થશે. તમે તમારો ઘણો સમય તમારા સગા-સંબંધીઓને આપી શકશો. આ વર્ષે ઘરમાં પરિવાર સાથે ક્યાક બહાર ફરવા જઈ શકો છો કે કોઈ ધાર્મિક પૂજા-પાઠનુ આયોજન પણ કરી શકો છો. સંબંધોમાં પ્રેમ વધારવા માટે મોટાભાગે આપણે આપણા અહમને પાછળ મુકીને વિચારવાનુ હોય છે. ઘરમાં ખુદને બીજા પર હાવી કરવાથી બચો. જેટલુ બની શકે નાના લોકોની વાતને પણ સાંભળો અને તેમને મહત્વ આપો. પરિવારમાં સંતાન પક્ષ કે સ્વાસ્થ્યને લઈને સમસ્યાઓ થઈ શકે છે. ઋતુ બદલવા દરમિયાન અને ક્યાક યાત્રાના સમયે તેનુ વિશેષ ધ્યાન આપો. પ્રેમ અને સંબંધો (Love and Relation 2017) સંબંધોને મજબૂત બનાવવા અને તેમને નવા આયામ સુધી પહોંચાડવા માટે આ વર્ષ ખૂબ સારુ છે. આ વર્ષે સિંગલ લોકોના જીવનમાં કોઈ ખાસની એંટ્રી થઈ શકે છે. લગ્ન માટે ઈચ્છુક જાતકોને પણ નવા સંબંધો મળી શકે છે. વર્ષની શરૂઆતમાં જીવનસાથી કે પ્રેમી સાથે કેટલાક મનમોટાવ થઈ શકે છે. પણ વર્ષના બીજા ભાગમાં આ ગેરસમજ દૂર થતી દેખાશે. જીવનસાથી સાથે ક્યાય બહાર ફરવા જવાનો પ્લાન બની શકે છે. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. સ્વાસ્થ્ય રાશિફળ (Health Horoscope in Gujarati) સ્વાસ્થ્યને લઈને વર્ષ 2017 મળતાવડુ રહેશે. આ વર્ષે ખોટા ખાન-પાનને કારણે પેટની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સમય પર ખાવ અને સમય પર જ અન્ય કાર્ય કરો. મોસમી બીમારીઓથી દૂર રહો અને તેની સારવાર સમય પર કરાવો. બીમારીઓ પર વધુ ધન વ્યય કરવાથી સારુ છે કે સ્વસ્થ જીવનશૈલી અપનાવો. સવાર-સાંજ વૉક કે યોગાની આદત નાખો કે પછી જીમ જાવ.
 
રાશી ફલાદેશ