મુખપૃષ્ઠ વાર્ષિક રાશીફળ (Yearly Prediction)
2017
વાર્ષિક રાશીફળ
 
કન્યા
રાશિફળ 2017ના મુજબ કન્યા રાશિના જાતકો માટે આ સમય મળતાવડો સાબિત થશે. કેટલીક સમસ્યાઓ સાથે જીવનમાં ખુશીઓ માટે અનેક નવી તકો આવશે. ધન વેપાર અને કારોબાર (Financial Prediction 2017) ધન અને પૈસાને લઈને આ વર્ષ કન્યા રાશિના જાતકો માટે ખૂબ સતર્ક રહેવા તરફ ઈશરો કરી રહ્યુ છે. આ વર્ષ કન્યા રાશિના જાતકોને વર્ષેની પ્રથમ છમાસિક અને વર્ષના અંતિમ કેટલાક દિવસોમાં ખૂબ જ સતર્ક રહેવુ જોઈએ. આ દરમિયાન પૈસા કે કોઈ કિમતી સમાન ચોરી કે ગુમ થવાની પ્રબળ શક્યતા છે. ધન અને પૈસાને લઈને આ વર્ષ કન્યા રાશિના જાતકો માટે ખૂબ સતર્ક રહેવાની તરફ ઈશારો કરી રહ્યુ છે. આ વર્ષે કન્યા રાશિના જાતકોને વર્ષની પ્રથમ છ માસિક અને વર્ષના અંતિમ થોડા દિવસોમાં ખૂબ સતર્ક રહેવુ જોઈએ આ દરમિયાન પૈસો કે કોઈ કિમંતી સામાન ચોરી કે ગુમ થવાની પ્રબળ શક્યતા છે. આ વર્ષે તમારો ખર્ચ વધી શકે છે. ફાલતૂખર્ચને કારણે તમને ધનની કમી આવી શકે છે. ગરીબીને કારણે તમને ધનનુ નુકશાન થઈ શકે છે. તેનાથી બચીને રહો. અત્યારથી પૈસા બચાવવાની આદત કરો ત્યારે આગળ જઈને આવનારા સમયમાં તમારી સમસ્યાઓ થોડી ઘણી ઓછી થઈ શકશે. ભૂમિ વિવાદ સાથે જોડાયેલ મામલો ઉકેલી શકે છે. જોકે આ માટે તમારે એક મોટી રકમ ચુકવવી પડી શકે છે. જે તમને ધન બાબતે થોડી વધુ પરેશાન કરશે. જો કે બિઝનેસ સાથે જોડાયેલ લોકોને આ વર્ષે પોતાના વ્યવસાયને વધારવાની અનેક તકો મળશે. પણ જેટલુ બની શકે એકલા બિઝનેસ કરવા પર જોર આપો. પાર્ટનરશિપમા તમને નુકશાન પણ થઈ શકે છે. શિક્ષા અને કેરિયર (Education and Career Forecast for 2017) રાશિફલ 2017 ના મુજબ આ વર્ષે કન્યા રાશિના વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત કરવા માટે વિશેષ મહેનત કરવી પડી શકે છે. પોતાના નિર્ણયોને લઈને આ વર્ષે વિદ્યાર્થીઓને ખૂબ સમજવુ વિચારવુ પડી શકે છે. વિદ્યાર્થીઓને આ વર્ષે એકાગ્ર થવા માટે ખૂબ મહેનત કરવી પડશે. આ પરેશાનીથી બચવા માટે વાંચતા પહેલા ભગવાન ગણેશજીનુ ધ્યાન કરવુ ખૂબ લાભદાયક સિદ્ધ થશે. પણ વર્ષના અંતમાં વિદ્યાર્થીઓને તેમના દ્વારા કરવામાં આવેલી મહેનતનુ પૂર્ણ ફળ મળતુ દેખાશે. કેરિયરની રાહમાં આ વર્ષે ઉતાર-ચઢાવનુ વાતાવરણ રહેશે. તમારુ પ્રમોશન તો થશે પણ ટ્રાંસફરની પણ શક્યતા છે. કોઈપણ પ્રકારના અનૈતિક કે ગેરકાયદેસર કાર્યથી દૂર રહો નહી તો ખૂબ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. પરિવાર (Family Relations in Year 2017) પારિવારિક સ્તર પર વસ્તુઓ ખૂબ સામાન્ય રહ્શે. વર્ષ 2017માં એવી કોઈ મોટી ઘટના પરિવારને લઈને દેખાતી નથી. કામ ધંધામાં વ્યસ્ત હોવાને કારણે કદાચ પરિવારને પૂરો સમય ન આપી શકો. આ કારણે જીવનસાથી સાથે મનદુ:ખ થઈ શકે છે. સંતાન પક્ષ તરફથી તમને પરેશાની થઈ શકે છે. બાળકોના અભ્યાસ પર સમય સમય પર ધ્યાન જરૂર આપો. ખૂબ લાંબા સમયથી ચાલી આવતો ભાઈ બંધુઓ કે સંબંધીઓ સાથે કોઈ વિવાદનો ઉકેલ આવી શકે છે. ઘરમાં કોઈ વડીલના સ્વાસ્થ્યને લઈને તમે પરેશાન રહી શકો છો અને તેનાથી ખૂબ ધન પણ વ્યય થઈ શકે છે. પ્રેમ અને સંબંધો (Love and Relation 2017) આ વર્ષે અન્ય કામોમાં વ્યસ્ત હોવાને કારણે તમારી પાસે પ્રેમ પ્રસંગોના બાબતમાં કદાચ વિચારવાનો સમય ઓછો હોય. આમ પણ કન્યા રાશિફળ 2017ના મુજબ આ સમય કોઈને પ્રપોઝ કરવા કે લગ્ન માટે જીવનસાથી જોવા માટે વધુ લાભકારી નથી. હા વર્ષના અંતિમ સમયમાં તમને સકારાત્મક જવાબ મળશે. પણ ત્યા સુધી ધૈર્ય બનાવી રાખવો યોગ્ય રહેશે. પરિવારને ઓછો સમય આપવાને કારણે જીવનસાથીની સાથેના સંબંધો પણ પ્રભાવિત થઈ શકે છે. રજાના દિવસે કે જ્યારે તમે ફ્રી હોય તમારા જીવનસાથી કે પ્રેમી-પ્રેમીકાને થોડો સમય જરૂર આપો. સ્વાસ્થ્ય રાશિફળ (Health Horoscope in Gujarati) સ્વાસ્થ્ય એક એવો વિભાગ છે જ્યા કન્યા રાશિના જાતકોને ઓછુ પરેશાન થવુ પડશે. આરોગ્યને લઈને કોઈ મોટી સમસ્ય નહી આવે. બની શકે છે કે કોઈ જૂની બીમારી આ વર્ષ સારી થઈ જાય. મોસમી બીમારીઓથી બચીને રહો. સંતુલિત આહાર લો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો. ખુદ સાથે ઘરના લોકોના આરોગ્યનો પણ ખ્યાલ રાખો. ખાસ કરીને વડીલ સદસ્યોનો.
 
રાશી ફલાદેશ