મુખપૃષ્ઠ વાર્ષિક રાશીફળ (Yearly Prediction)
2017
વાર્ષિક રાશીફળ
 
તુલા
વર્ષ 2017 માં તુલા રાશિના જાતકો માટે આ વર્ષ મળતાવડુ સાબિત થશે. જ્યાં એકબાજુ આર્થિક સ્તર પર તેમને લાભ થતો દેખાશે તો બીજી બાજુ સ્વાસ્થ્યને લઈને કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. પ્રેમ સંબંધ અને પરિણીતને પણ આ વર્ષ કાળજીથી રહેવું પડી શકે છે. ધન વેપાર અને બિઝનેસ - (Financial Prediction 2017) શુક્ર ગ્રહથી પ્રભાવિત તુલા રાશિ માટે આ વર્ષ ખૂબ પૈસાની બાબતમાં સામાન્ય સિદ્ધ થશે. આ વર્ષ તમને જુદા-જુદા સ્તરથી ધનની પ્રાપ્તિ થશે. આવનારા સમય માટે તમે ખાસ યોજનાઓ બનાવી શકો છો. કોઈ નવો ધંધો શરૂ કરવા ઈચ્છો છો તો આ સમય શુભ છે. પણ નવા ધંધાનું ફળ તમને થોડા સમય પછી જ મળવુ શરૂ થશે. ક્યાક ફસાયેલું ધન કે કોઈને આપેલ ઉધાર રૂપિયાઆ વર્ષે તમને મળી શકે છે. શિક્ષા અને કેરિયર (Education and Career Forecast for 2017) તુલા રાશિના વિદ્યાર્થીને વર્ષ 2017માં વધુ મેહનત કરવી પડી શકે છે. આ વર્ષ વિદ્યાર્થીની યાદશક્તિ અને ધ્યાન અભ્યાસમાં લાગશે પણ તેમને ફળ મળવામાં મોડું થઈ શકે છે. શિક્ષકો તરફથી સમય-સમય પર સહયોગ મળશે. આ વર્ષ પ્રતિયોગી પરીક્ષામાં ભાગ લેનારા અને વિદેશ જવાના ઈચ્છુક વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડી શકે છે. પરિવાર (Family Relations in Year 2017) પારિવારિક સ્તર પર આ તુલા રાશિના જાતકે થોડુ સાવધાન રહેવાની જરૂર છે. વર્ષનું પ્રથમ છ માસિકમાં થૉડુ વધારે પરેશાન કરશે. ઘરમાં કોઈ સભ્યની તબીયત ખરાબ થઈ શકે છે. આ સિવાય ભાઈ-બંધુ સાથે ચાલતો આવનારો વિવાદ આ દરમ્યાન વધી શકે છે. બીજા સગાઓ સાથેના સંબંધ પણ ઉપર નીચે થતા રહેશે. પ્રેમ અને સંબંધ (Love and Relation 2017) તુલા રાશિના જાતકે આ વર્ષ પ્રેમમાર્ગ પર સમજી વિચારીને પગલાં વધારવા પડશે. આ વર્ષે જો કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો તો થૉડી રાહ જોવી યોગ્ય રહેશે. જીવનસાથી સાથે વાતચીત કરતા સમયે પૂર્ણ સાવધાની અને એક-બીજા પર વિશ્વાસ બનાવી રાખો. દાંપત્ય જીવન અને પ્રેમ જીવન બન્નેમાં આ વર્ષ ગેરસમજના કારણ તમારા પરસ્પર સંબંધ નબળા થતા દેખાશે. સાથી સાથે વાતચીત કરતા સમયે વાણી પર સંયમ રાખવો. સ્વાસ્થ્ય રાશિફળ (Health Horoscope in Gujarati) તુલા રાશિ માટે સ્વાસ્થ્ય રાશિફળ 2017 પણ કાળજીને ચાલવાની તરફ ઈશારો કરી રહ્યો છે. આ વર્ષ મૌસમી રોગ અને લાઈફસ્ટાઈલ સાથે સંકળાયેલા લોકોએ રોગોથી બચીને રહેવાના પ્રયાસ કરવો. કાર્યની અધિકતાના કારણે માનસિક દબાણ થઈ શકે છે. જૂના રોગથી પરેશાન જાતકોએ આ વર્ષ સાવધાન રહેવાની જરૂર છે.
 
રાશી ફલાદેશ