મુખપૃષ્ઠ વાર્ષિક રાશીફળ (Yearly Prediction)
2017
વાર્ષિક રાશીફળ
 
વૃશ્ચિક
આ વર્ષે વૃશ્ચિક રાશિના જાતકોને ધન સંબંધી મામલાનો તમને ફાયદો થશે. આ વર્ષે જો કોઈ નવી જોબ કે કામ શરૂ કરવાનુ છે તો સારુ થઈ શકે છે. ભાગ્ય તમારી સાથે છે. આ વર્ષે તમારો ઉત્સાહ અને તમારુ મનોબળ સાતમા આસમાન પર રહેશે. ધન વેપાર અને કારોબાર (Financial Prediction 2017) 2017ના વાર્ષિક રાશિફળના મુજબ આ વર્ષે તમને ધન કમાવવાની અનેક તક મળશે. આ વર્ષે જેટલુ તમે કમાવશો એટલુ જ તમે ખર્ચ પણ કરશો. જો તમે આ સમયે ધન બચાવ પર જોર આપ્યુ તો આવનારો મુશ્કેલ સમયમાં પણ તમને વધુ પરેશાન નહી થવુ પડે. ક્યાકથી રોકયેલુ ધન પ્રાપ્ત થશે. ધન રોકાણ સંબંધિત કોઈ કાર્યને કરતા પહેલા તમારા વડીલો સાથે આ વાત પર સારી રીતે ચર્ચા કરી લો. મોટાના વિચાર તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે. શિક્ષા અને કેરિયર (Education and Career Forecast for 2017) વિદ્યાર્થીઓ માટે વર્ષ 2017 સંતોષજનક રહેશે. પરિક્ષાઓમાં આશા મુજબ અંક અને સફળતા પ્રાપ્ત થતી દેખાય રહી છે. લગનથી કરવામાં આવેલ મહેનતનુ આ વર્ષે જરૂર ફળ મળશે. તેથી ખૂબ મહેનતથી અભ્યસ કરો. અભ્યાસ સમય ગણેશજીનુ ધ્યાન કરવાથી મનની એકાગ્રતા વધે છે. જે વિદ્યાર્થી પ્રતિયોગે પરીઆઓની તૈયારી કરી રહ્યા છે. તેમને આ વર્ષે થોડી મહેનત કરવી પડી શકે છે. જેનુ ફળ થોડા સમય પછી જ મળશે. કાર્યક્ષેત્રમાં યુવાઓને નવી તક મળી શકે છે. કોઈ મોટા ઓફિસર કે બોસના સહયોગથી તમને લાભ થશે. ઓફિસ કે કાર્યસ્થળ પર સહયોગીઓ સાથે મનદુખ થઈ શકે છે કે પછી તેઓ બોસના કાન ભરી શકે છે. આ વસ્તુથી બચીને ચાલો. પરિવાર (Family Relations in Year 2017) પારિવારિક જીવનમાં પણ બધુ સામાન્ય રહેશે. પરિવાર સાથે સમય વિતાવવાની પૂર્ણ તક મળશે. પણ વર્ષના મધ્યમાં દાંપત્યજીવનમાં કેટલીક અનબન થઈ શકે છે. ભાઈ-બંધુઓ અને પિતા સાથે સંબંધ મધુર બનશે. જીવનસાથી તરફથી કોઈ ગિફ્ટ મળી શકે છે. પણ વર્ષના મધ્યમાં મનદુખ પણ શક્ય છે. તેનાથી બચવા માટે વાણી પર સંયમ રાખો અને ખરાબ સમયમાં પોતાના સાથીનો સાથ આપો. વાતચીત કરતી વખતે સામેવાળાની વાત પણ સાંભળો. પ્રેમ અને સંબંધો (Love and Relation 2017) વર્ષ 2017મા નવા સંબંધો, મિત્રો કે સંબંધ બનાવવા માટે એકદમ યોગ્ય છે. જો કે ઉતાવળથી કામ બગડી પણ શકે છે. પ્રેમી યુગલોને પરસ્પર વધુ સમય વીતાવવાની તક મળશે. કોઈ નવી દોસ્તી પ્રેમમાં બદલાય શકે છે અને આ સંબંધો ખૂબ લાંબા ચાલી શકે છે. એકથી વધુ પ્રેમ સંબંધ મોટાભાગે પરેશાની જ ઉભી કરે છે. તેનાથી બચીને રહો. મનને ભટકતા બચાવો વિવાહના ઈચ્છુક જાતકોની એકલતા આ વર્ષે ખતમ થઈ શકે છ્ કોઈ નવુ માંગુ(લગ્ન માટે યુવક કે યુવતીનો સંબંધ) આવે તો તેને ના ન પાડશો અને સારી રીતે જોઈ પારખીને આગળ વધી જાવ. જો કે પ્રેમ લગ્ન કરવાનુ વિચારી રહ્યા છો તો થોડી રાહ જોવી જ યોગ્ય રહેશે. સ્વાસ્થ્ય રાશિફળ (Health Horoscope in Gujarati) સ્વાસ્થ્યની વાત કરીએ તો આ વર્ષે સાવધાની હટી દુર્ઘટના ઘટીની કહેવાતને તમારે યાદ રાખવી પડશે. વર્ષના પ્રથમ ભાગમાં સમસ્યા વધુ ઘેરી શકે છે. બેશક આ વર્ષે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઓછી થાય પણ તમારી નાનકડી ભૂલ તમને પરેશાનીમાં નાખી શકે છે. મોસમી બીમારીઓ, પેટની સમસ્યા, તણાવ વગેરેથી પરેશાન થઈ શકો છો. પણ વર્ષનો અંતિમ ભાગ તમારે માટે ખૂબ લાભકારી સાબિત થશે. આ સમયે તમને તમારી પરેશાનીઓનો અંત થતો દેખાશે. સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની કોશિશ કરો.
 
રાશી ફલાદેશ