મુખપૃષ્ઠ વાર્ષિક રાશીફળ (Yearly Prediction)
2017
વાર્ષિક રાશીફળ
 
ધન
ધનુ રાશિના જાતકો માટે વર્ષ 2017 ઉતાર-ચઢાવ ભરેલો રહેશે. આ વર્ષે ક્ષણમાં ખુશી અને ક્ષણમાં દુખ લાગેલુ રહેશે. સ્વાસ્થ્ય અને ધન સંબંધી પરેશાનીઓથી એક બાજુ નિરાશ થવુ પડી શકે છે તો બીજી બજુ પારિવારિક સ્તર પર પરિજનો સાથે મુશ્કેલ સમયમાં પણ તમને આગળ વધતા રહેવાનુ પ્રોત્સાહન આપશે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખૂબ લાભકારી સાબિત થતુ દેખાશે. ધન વેપાર અને કારોબાર (Financial Prediction 2017) આ વર્ષ જેટલુ બની શકે પૈસા બચાવવા પર ધ્યાન આપવુ જોઈએ કારણ કે આવક ઓછી અને ખર્ચ વધુ હોવાની શક્યતા છે. ઓનલાઈન શોપિંગને બદલે માર્કેટમં જઈને શોપિંગ કરવાને મહત્વ આપો. વેપારીઓમાં કોઈપન સોદો કારણ વગર સમજી-વિચારીને કરવો જોઈએ. ખેતી સાથે જોડાયેલ લોકોને અપાર સફળતા પ્રાપ્ત થતી દેખાય રહી છે. પ્રોડક્શન સાથે જોડાયેલ લોકોને વર્ષના શરૂઆતના મહિનામાં નુકશાન થવાની આશંકા છે. પ્રોપર્ટી કે ટેક્સ સાથે જોડાયેલ મુદ્દાને જેટલુ બની શકે જલ્દી ઉકેલી લો. કોઈ નવી જમીન કે વાહન ખરીદતા પહેલા તેના વિશે સારી રીતે તપાસ કરી લો. કોઈ ડીલ કે કાગળ પર સાઈન કરતા પહેલા સારી રીતે વાંચી લો. શિક્ષા અને કેરિયર (Education and Career Forecast for 2017) આ વર્ષ ધનુ રાશિના વિદ્યાર્થીઓ માટે અન્ય વર્ષો કરતા વધુ લાભદાયી લાગી રહ્યુ છે. વિદ્યાર્થી આ વર્ષે સંપૂર્ણ રીતે અભ્યાસમાં મગ્ન રહેશે. તમારા મિત્ર તમારુ મન ભટકાવવાનો પ્રયત્ન કરી શકે છે. તેનાથી સાવધ રહો. જો કે આ વર્ષે તમારી સફળતાની કુંજી તમારા દ્વારા કરવામાં આવેલ મહેનત જ છે. કળા, સાહિત્ય કે પ્રબંધન સાથ જોડાયેલ વિદ્યાર્થીઓને ધાર્યા કરતા વધુ સફળતા મળી શકે છે. કાર્યસ્થળ પર તમારા બોસની વાતોને ધ્યાનથી સાંભળો અને કામમાં પૂર્ણ મન લગાવો. નહી તો બોસ તરફથી ઘણુ બધુ સાંભળવુ પડી શકે છે. આ વર્ષે તમારા કામ અને તમારી કાબેલિયતના વખાણ થશે પણ આ બધુ ત્યારે જ શક્ય છે જ્યારે તમે મન લગાવીને કામ કરો. પરિવાર (Family Relations in Year 2017) પારિવારિક સ્તર પર આ વર્ષ ખૂબ મળતાવડુ સાબિત થશે. બાળકોના અભ્યાસ અને આરોગ્ય પર ધ્યાન રાખવાની જરૂર છે. પરિવારમાં પ્રોપર્ટીને લઈને મતભેદ થઈ શકે છે. તેને જલ્દીથી જલ્દી પરસ્પર વાતચીતથી ઉકેલવાનો પ્રયાસ કરો. જ્યારે પણ કોઈ પરેશાનીમાં ફસાવો તો તમારા વડીલોની સલાહ લેવાનુ ન ભૂલશો. ઘરે જ કોઈ ધાર્મિક આયોજન કે કોઈ ધાર્મિક સ્થાન પર ફરવાનો પ્લાન બનાવી શકો છો. સંબંધીઓને કારણે ઘરમાં હર્યુભર્યુ વાતાવરણ રહેશે. પણ તેનાથી તમે પરેશાન પણ થઈ શકો છો. પ્રેમ અને સંબંધો (Love and Relation 2017) પ્રેમના બાબતે આ વર્ષે મળતાવડુ રહેશે. પણ કોઈને હદથી વધુ પ્રેમના ચક્કરમાં આ વર્ષે તમારુ કામ ન ભૂલી જતા. આ વર્ષે પ્રેમી જોડાઓની સાથે સમય વિતાવવાનાનો સમય મળશે. પણ જો આ સમયે તમે કોઈને પ્રપોઝ કરવાનુ વિચારી રહ્યા છો તો બચીને રહો. આ સમય ન તો પ્રેમ નિવેદનો કે ન તો લગ્નના આમત્રણ માટે યોગ્ય છે વર્ષના અંત સુધી રાહ જુઓ. સ્વાસ્થ્ય રાશિફળ (Health Horoscope in Gujarati) શનિની દશાને કારણે ધનુ રાશિના લોકોને આ વર્ષે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. ગાડી ચલાવતી વખતે કે રસ્તો પાર કરતી વખતે સંપૂર્ણ રૂપે સાવધ રહો. નહી તો તમે દુર્ઘટનાના શિકાર થઈ શકો છો. વર્ષની શરૂઆતમાં તમને માનસિક તનાવ, માથાનો દુખાવો થાક વગેરેનો સામનો કરવો પડી શકે છે. આ વર્ષે ધનુ રાશિના જાતકોએ ગાડી ચલાવતા પોતે પૂરી સાવધાની રાખવા ઉપરાંત નાના બાળકોને પણ ગાડી ચલાવતી વખતે સાવધાની રાખવા વિશે બતાવો.
 
રાશી ફલાદેશ